Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

યુ.એસ.ના ટેનેસીમાંથી સેનેટ મેમ્બર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન શ્રી મન્ની સેઠી

ટેનેસીઃ ઇન્ડિયન અમેરિકન શ્રી મન્ની સેઠીએ ટેનેસીમાંથી સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી છે.

રિપબ્લીકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી સેઠીએ ગયા કવાર્ટરમાં ૩ લાખ ૩૮ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી લીધુ છે. જે પૈકી ૩ લાખ રર હજાર ડોલરનો ચૂંટણી ખર્ચ કર્યો છે.

તેમના પ્રતિસ્પર્ધી ગણાતાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવારે ૩ લાખ ૪૮ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી ર લાખ ૯૬ હજાર ડોલરનો ખર્ચ કર્યો છે.

શ્રી સેઠીએ પોતાને જાતિવાદી ઉમેદવાર કહેવાની હિંમત કરી છે.

(7:31 pm IST)