Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અમેરિકામાં બોલાતી ભારતની ભાષાઓમાં હિન્દી પ્રથમ ક્રમે : છેલ્લા દસકામાં તેલુગુ ભાષા બોલતા લોકોની સંખ્યામાં ડબલ જેટલો વધારો : બંગાળી ભાષા બોલતા " બાબુ મોશાયર " લોકોની સંખ્યા 3.75 લાખ : અમેરિકન કોમ્યુનિટી સર્વેનો અહેવાલ

વોશિંગટન : તાજેતરમાં અમેરિકન કોમ્યુનિટી સર્વેએ જાહેર કરેલા આંકડાઓ મુજબ યુ.એસ.એ.માં વસતા ભારતીયો જાહેર જીવનમાં ભલે હિન્દી કે અંગ્રેજી ભાષા બોલતા હોય પરંતુ ઘરમાં તો પોતાની પ્રાદેશિક ભાષાનો જ ઉપયોગ કરે છે.

અહેવાલ મુજબ અમેરિકામાં બોલાતી ભારતની ભાષાઓમાં હિન્દી પ્રથમ ક્રમે છે.ગુજરાતી તથા તેલુગુ ભાષા બીજા ક્રમે છે.સ્થાનિક ભારતીયો પૈકી છેલ્લા દસકામાં તેલુગુ ભાષા બોલતા લોકોની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે.જે અન્ય ભારતીયોની સરખામણીમાં સૌથી વધુ છે.હાલમાં બંગાળી ભાષા બોલતા બાબુ મોશાયર લોકોની સંખ્યા 3.75  લાખ છે.

(11:55 am IST)