Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

''બેસ્ટ રિગાર્ડેડ કંપની ર૦૧૯'' ફોર્બ્સ મેગેઝીને બહાર પાડેલી વિશ્વની રપ૦ શ્રેષ્ઠ કંપનીઓમાં ભારતની ૧૭: ઇન્ફોસિસ ૩ જા TCS રર માં તથા ટાટા મોટર્સ પ૦ માં ક્રમે

ન્યુ દિલ્હી :  ફોર્બ્સ મેગેઝીનએ બહાર પાડેલી ૨૦૧૯ની સાલની વિશ્વની ૨૫૦ ''બેસ્ટ રિગાર્ડેડ કંપની''ની યાદીમાં ભારતની ૧૭ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં ઇન્ફોસિસ ત્રીજા ક્રમે છે પ્રથમ ક્રમે વીઝા તથા બીજા ક્રમે ઇટાલીયન કાર કંપની ફરારી છે.

ભારતની ૧૭ કંપનીઓમાં ઇન્ફોસિસ ઉપરાંત TCS તથા ટાટા મોટર્સનો સમાવેશ થાય છે જેમણે પ્રથમ ૫૦ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે જે પૈકી TCS બાવીસમા તથા ટાટા મોટર્સ પચાસમા સ્થાને છે.

(9:44 pm IST)