Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

''ભૂખ્યો બાળક અભ્યાસ કરી શકે નહીં': ભારતના ૧૨ રાજયોની સ્કૂલોના ૧.૭૬ મિલીયન સ્ટુડન્ટસને મધ્યાહન ભોજન પુરૂ પાડતુ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ''અક્ષયપાત્ર': ૨૯ સપ્ટેં.ના રોજ કેલિફોર્નિયામાં ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો

કેલિફોર્નિયાઃ ભારતના ૧૨ રાજયોની સ્કૂલોના ૧.૭૬ મિલીયન બાળકોને સપ્તાહના ૬ દિવસ એટલે કે સોમવારથી શનિવાર દરમિયાન પોષ્ટિક મધ્યાહન ભોજન પુરૂ પાડતા ''અક્ષયપાત્ર''ના ઉપક્રમે ૨૯ સપ્ટેં.૨૦૧૯ના રોજ બે એરીયા ચેપ્ટરના ઉપક્રમે હયાત રીજન્સી કેલિફોર્નિયા ખાતે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઉપસ્થિત અગ્રણીઓએ મધ્યાહન ભોજનનું મહત્વ સમજાવતા જણાંવ્યું હતું કે ભૂખ્યો બાળક શિક્ષિત થઇ શકે નહીં તેથી ૨૦૨૫ની સાલ સુધીમાં પાંચ મિલીયન બાળકોને પોષ્ટિક મધ્યાહન ભોજન પુરૂ પાડવાની નેમ છે.

આ તકે અક્ષયપાત્ર ફાઉન્ડેશન USAના બોર્ડ ચેરમેન ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરૂરાજ દેશ દેશપાંડે, શ્રી શિવા શિવરામ, શ્રી નવિન ચઢા, સુશ્રી વંદના તિલક, શ્રી ચેત કપૂર અભિનેતા અનુપમ ખેર, શ્રી નરેશ સોલંકી, શ્રી રાજેશ શાહ, કોમેડીઅન પાઉલ વર્ગીસ, સુશ્રી વાણી જયરામ સહિતના મહાનુભાવોએ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

(11:23 am IST)
  • ગંગા નદીમાં મૂર્તિ વિસર્જન કરનારને પ૦,૦૦૦ નો દંડ થશેઃ કેન્દ્ર સરકારે બહાર પાડયો આદેશઃ સહાયક નદીમાં પણ મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ ગણેશ વિસર્જન, વિશ્વકર્મા પૂજા, દશેરા, દિવાળી, છઠ્ઠ પૂજા, સરસ્વતી પૂજા વગેરે તહેવારોમાં પણ નહિ access_time 11:27 am IST

  • કઠોળ પર સ્ટોક લિમિટ લગાવવાની કોઈ વિચારણા નથી :કેન્દ્રના ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારી એજન્સીઓ પાસે કઠોળનો પર્યાપ્ત ભંડાર છે અને કિંમતો પણ નિયંત્રણમાં છે ત્યારે કઠોળની સ્ટોક લિમિટ લાદવી જરૂરી નથી access_time 1:09 am IST

  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST