Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અમેરિકામાં આરોગ્ય સેવાઓના ભાવો આસમાનેઃ વસતિના પ્રમાણમાં એમ.ડી.ની સંખ્યા ઓછીઃ ભારતથી આવવા ઇચ્છુક નિષ્ણાંત તબીબો માટે H-1B વીઝા પ્રક્રિયા સરળ બનાવોઃ વોશીંગ્ટનમાં યોજાયેલી યુ.એસ. ઇન્ડિયા લીડરશીપ સમીટમાં AAPIનું મંતવ્ય

વોશીંગ્ટન ડીસીઃ યુ.એસ.માં તાજેતરમાં ૧૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ વોશીંગ્ટન ડી.સી.મુકામે આવેલ નેશનલ પ્રેસ કલબ ખાતે યુ.એસ.ઇન્ડિયા લીડરશીપ સમીટનું આયોજન કરાયું હતું. જેમાં અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)એ હેલ્થકેર ડીબેટનું નેતૃત્વ કર્યુ હતું.

એશોશિએશન પ્રેસિડન્ટ ડો.સુરેશ રેડ્ડીના નેતૃત્વ હેઠળની ડીબેટમાં હેલ્થકેર સેવા પોષાય તેવી કિંમતે મળે તે અંગે ચર્ચાઓ કરાઇ હતી. તથા અમેરિકામાં હેલ્થકેર સેવાઓના ભાવો આસમાને હોવા બદલ ચિંતા વ્યકત કરાઇ હતી.  આ માટે વસતિના પ્રમાણમાં એમ.ડી.ની સંખ્યા ઓછી હોવાનું જણાવાયું હતું. તેથી ભારતથી આવતા નિષ્ણાંત તબીબો માટે H-1B વીઝા પ્રક્રિયા સરળ બનાવવા રજુઆત કરાઇ હતી.

(8:58 pm IST)