Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

દુબઈમાં ગેસ પાઈપલાઈન ફાટવાથી ભારતીય મૂળના આધેડ વ્યવસાયીનું કરૂણ મોત

દુબઇ : દુબઈમાં શનિવાર 28 સપ્ટેમ્બરના રોજ રાંધણ ગેસની પાઈપલાઈનના રીપેરીંગ વખતે અચાનક ધડાકો થવાથી અને પાઈપલાઈન ફાટવાથી એક ભારતીય મૂળના આધેડ વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.વી.કે.તરીકે ઓળખાયેલ વ્યક્તિ ભારતના લખનૌની રહેવાસી છે.તથા તેમના પત્ની અને બંને પુત્રીઓ સાથે દુબઈમાં નિવાસ કરતા હતા.તેઓ પોતાની 16 વર્ષીય પુત્રીને ટ્યુશનમાંથી ઘેર લાવ્યા ત્યારે બાજુના એપાર્ટમેન્ટમાં ચાલી રહેલા રાંધણ ગેસના રીપેરીંગ કામ સમયે અચાનક ધડાકો થઇ પાઈપલાઈન ફાટતા બાજુમાં આવેલા તેમના એપાર્ટમેન્ટની એક છત તૂટી ગઈ હતી જે તેમના ઉપર પડતા મોત નીપજ્યું હતું તેમની પુત્રીને પણ પગમાં ઇજા થઇ હતી.કુલ 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાથી અને એક વ્યક્તિનું મોત નિપજતા શોક છવાઈ ગયો હતો.

(5:27 pm IST)
  • ૧૪ વર્ષમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા: નીતિ આયોગ ના જણાવ્યા પ્રમાણે 2004થી 2018 વચ્ચે ભારતમાં ૩૦ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. access_time 9:30 pm IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST

  • પ્રધાનમંત્રીને લાયક નથી ઇમરાનખાન : ભારતે કહ્યું ઈમરાનને રાજનીતિજ્ઞ શિષ્ટચાર પણ આવડતો નથી : એટલા માટે ઇમરાન પ્રધાનમંત્રી જેવા પદને લાયક નથી access_time 12:53 am IST