Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019

સિંગાપોરમાં પેટ્રોલ ઉપર પંપ લૂંટ ચલાવવા બદલ ભારતીય મૂળના વિશ્વનાથનને જેલસજા

સિંગાપોરઃ સિંગાપોરમાં પેટ્રોલ પંપ લૂંટવાના આરોપસર ભારતીય મૂળના ૫૦ વર્ષીય વિશ્વનાથન વાડીવેલુને ૧૧ વર્ષ અને પ માસની જેલસજા થઇ છે.

તેણે ૨૦૧૭ની સાલમાં પેટ્રોલ પંપમાં લૂંટ ચલાવી હતી. ઉપરાંત ગેરકાયદે ડ્રગ રાખવાનો તથા સેવનનો પણ તેના ઉપર આરોપ હતો તેણે કોર્ટસમક્ષ પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સિંગાપોરમાં સશસ્ત્ર ઘાડ અને લૂંટ માટે ૧૦ વર્ષની જેલ સજા તથા ૧૨ કોરડા ફટકારવાનો કાયદો છે. પરંતુ ઉપરોકત આરોપીની ૫૦ વર્ષની ઉંમરને ધ્યાને લઇ તેને કોરડા ફટકારવાની સજા રદ કરી ૧૧ વર્ષ અને પાંચ માસની જેલસજા ફરમાવાઇ હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:49 pm IST)