Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

''મિસ ઇન્ડિયા ન્યુજર્સી સૌંદર્ય સ્પર્ધા ૨૦૧૮''ઃ અમેરિકામાં ૩૦ સપ્ટેં.ના રોજ યોજાયેલી સ્પર્ધામાં મિસ ઇન્ડિયાનો તાજ કિમ કુમારીના શિરેઃમિસ ટિનનો તાજ એશા કોડે તથા મિસીસ ઇન્ડિયા ન્યુજર્સીનો તાજ સુશ્રી રૃચિતા મોદી શાહના શિરે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં આવેલા રોયલ  આલ્બર્ટસ પેલેસ,ફોર્ડસ,ન્યુજર્સી મુકામે ૩૦ સપ્ટેં.૨૦૧૮ રવિવારના રોજ''મિસ ઇન્ડિયા ન્યુજર્સી સૌંદર્ય સ્પર્ધા''નું આયોજન કરાયું હતું.

શ્રી આલ્બર્ટ જસાણીએ સ્ટેટ ડીરેકટર સુશ્રી શોભના પટેલના સહકાર સાથે આયોજીત કરેલ આ ૩૭મીસૌંદર્ય સ્પર્ધામાં ''મિસ ઇન્ડિયા ન્યુજર્સી ૨૦૧૮''નો તાજ કિમ કુમારીને શિરે ગયો હતો. જયારે મિસ ટિન ઇન્ડિયાનો તાજ એશા કોડેના શિરે તથા મિસીસ ઇન્ડિયા ન્યુજર્સી ૨૦૧૮નો તાજ સુશ્રી રૃચિતા મોદી શાહના શિરે ગયો હતો. જેમાં સૌંર્ધ્ય ઉપરાંત રેમ્પ વોક, પ્રશ્નોત્તરી, બુધ્ધિ ચાતુર્ય સહિતની બાબતોને ધ્યાને રાખવામાં આવી હતી.

મિસ ઇન્ડિયા ન્યુજર્સી ૨૦૧૮ ખિતાબ વિજેતા કિમ કુમારી ભાંગરા ડાન્સર છે. તથા તેમણે બોલીવુડ કોરીઓગ્રાફર સરોજ ખાન સાથે ડાન્સ કરેલ છે ઉપરાંત તેઓ ઇન્ટરનેશનલ હયુમન રાઇટસ કલબના કો-પ્રેસિડન્ટ છે. જયારે મિસટિન ઇન્ડિયા ન્યુજર્સી તાજ વિજેતા એશા કોડે કલાસિકલ તથા બોલીવુડ ડાન્સ ટ્રેઇન્ડ છે. તથા મેડીકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે. મિસીસ ઇન્ડિયા ન્યુજર્સી તાજ વિજેતા સુશ્રી રૃચિતા મોદી શાહ આઇ.ટી.પ્રોફેશ્નલ છે તથા હાલમાં ન્યુયોર્ક સ્ટેટ ડીપાર્ટમેન્ટમાં સેવાઓ આપી રહ્યા છે. તેઓ ઇન્ડિયન કલાસિકલ મ્યુઝીક ક્ષેત્રે તાલીમબધ્ધ છે. તેમને રસોઇ કરવાનો શોખ છે. ઉપરાંત ક્રાફટીંગ, ફોટોગ્રાફી, ડીજીટલ આર્ટસ તેમજ ટ્રાવેલીંગનો શોખ ધરાવે છે.

સ્પર્ધામાં કુલ ૪૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકી ૧૨ મિસ કેટેગરી, ૧૧ મિસ ટિન, તથા ૨૨ મહિલા સ્પર્ધકોએ મિસીસ કેટેગરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે સ્પર્ધાના હેતુ વિષે વકતવ્ય આપતા સુશ્રી શોભના પટેલએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા યુવા મહિલાઓને સ્ત્રી સશકિત કરણ માટે એકબીજાની નજીક આવવા ઉપરાંત પોતાના સૌંદર્ય ઉપરાંત બુધ્ધિ કૌશલ્પ દર્શાવવાની તક સાથે આગવુ વ્યકિતત્વ દર્શાવવાની તક આપે છે.

દર વર્ષે સ્પર્ધાનું આયોજન કરતા શ્રી આલ્બર્ટ જસાણીના મંતવ્ય મુજબ મહિલાઓને તમામ ક્ષેત્રે પ્લેટફોર્મ પુરૃ પાડવાનો આ સ્પર્ધાનો હેતુ છે.

નિર્ણાયકો તરીકે સુશ્રી સુમથિ નારાયણન,સુશ્રી કવિતા પાયાર, શ્રી રાહુલ વાલીયા, એકટર શ્રી જાવેદ પઠાણ, સુશ્રી દિપાલી શાહ, સુશ્રી સરિતા પટનાયક, સુશ્રી બિના મેનન, તથાશ્રી કનુ ચૌહાણનો સમાવેશ થતો હતો.

ત્રીજા રાઉન્ડની શરૃઆતમાં બોલીવુડ સ્ટાર દિયા મિર્ઝાએ રેમ્પ વોક કર્યુ હતું. તથા તેમણે મિસ ઇન્ડિયા ન્યુજર્સી ૨૦૧૮ વિજેતાને તાજ પહેરાવ્યો હતો. તેવું શ્રી આલ્બર્ટ જસાણીની યાદી જણાવે છે.

(9:29 pm IST)