Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ભારતમાં વસતા હિન્દુઓની વર્તમાન દશાઃ અમેરિકાના એડિસન ન્યુજર્સીમાં ૮ ઓકટો.૨૦૧૮ના રોજ ગુજરાતની તેજાબી યુવા મહિલા સુશ્રી કાજલ હિન્દુસ્તાનીનું વકતવ્યઃ વર્લ્ડ હિન્દુ ડેના ઉપક્રમે આયોજીત પ્રોગ્રામમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ વિશ્વના તમામ સનાતન ધર્મીઓને એક છત્ર હેઠળ એકત્રિત કરી હિન્દુઓના સંગઠન દ્વારા તેમના હિતોની રક્ષા કરવા કાર્યરત ''વર્લ્ડ હિન્દુ ડે''ના ઉપક્રમે આગામી ૮ ઓકટો.૨૦૧૮ના રોજ ગુજરાતના તેજાબી મહિલા વકતા સુશ્રી કાજલ હિન્દુસ્તાનીના વકતવ્યનું અમેરિકામાં આયોજન કરાયું છે જેઓ વર્તમાન સમયમાં  ભારતમાં હિન્દુઓની પરિસ્થિતિ વિષે ઉદબોધન કરશે.

યુ.એસ.માં આવેલા TVAsia USA ઓડિટોરિયમ, ૭૬ નેશનલ રોડ,  એડિસન ન્યુજર્સી મુકામે યોજાનારા આ ઉદબોધનનો સમય સાંજે ૭ થી ૯ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તથા ડોનેશન આવકાર્ય છે. ડિનરની વ્યવસ્થા કરાઇ છે.

સુશ્રી કાજલ હિન્દુસ્તાની ભારતના ગુજરાતના વતની છે તથા સોશીઅલ મિડીયા ઉપર કાજલ શિંગાળાના નામથી વિખ્યાત છે.

હિન્દુઓના માનવ અધિકાર માટે હિન્દુસ્તાનીઓને જાગૃત કરી હિન્દુ સંસ્કૃતિના રક્ષણ માટે કાર્યરત સુશ્રી કાજલના ઉદબોધનનો લાભ લેવા માટે હાજરી આપવા ઇમેલ Rajyalaxmi11@hotmail.com દ્વારા અથવાકોન્ટેક નં.રાજયલક્ષ્મી (૬૦૯)૨૭૧-૦૧૮૯ દ્વારા અથવા પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર શ્રી સંજય (૭૩૨)૨૧૬-૪૪૨૧, શ્રી અક્ષય (૨૫૪)૨૧૪-૦૧૭૨, શ્રી ગણેશ (૯૦૮)૯૧૭-૬૫૩૦, શ્રી રૃપેશ (૩૪૭)૭૨૩-૫૯૬૩, શ્રીઅરૃણ (૭૩૨)૮૫૩-૬૮૨૪, અથવા શ્રી પ્રમોદનો કોન્ટેક નં.૯૭૩-૫૮૦-૯૫૦૨ દ્વારા અથવા World HinduDay.com ૮૬૨-૨૧૯-૭૨૨ દ્વારા સંપર્ક સાધવા શ્રી પ્રવિણ તંબોલી તથા શ્રી નિમેશની યાદીમાં જણાવાયું છે.

(9:28 pm IST)