Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

અમેરિકાની સુપ્રતિષ્ઠિત ડેવિડસન સ્કોલરશીપ માટે 6 ભારતીય સ્ટુડન્ટ્સની પસંદગી : દેશના તેજસ્વી 20 વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી ભારતનું ગૌરવ વધાર્યું

વોશિંગટન :અમેરિકામાં સુપ્રતિષ્ઠિત ગણાતી  ડેવિડસન ફેલો સ્કોલરશીપ માટે સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 20 સ્ટુડન્ટ્સમાં ભારતીય મૂળના 6 સ્ટુડન્ટ્સે સ્થાન હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેક્નિકલ ક્ષેત્રે સ્કોલરશીપ મેળવી છે. જે પૈકી વર્જિનિયાની કાવ્યા કોપ્પારાપૂ (18) અને કનેક્ટિકટના રાહુલ સુબ્રમણ્યમ (17)ને 50-50 હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.કાવ્યાને કેન્સર ઇલાજની રીત વિકસિત કરવા અને રાહુલને મચ્છરોમાં ઝીંકા વાઇરસના સંક્રમણની ઓળખ કરતી સિસ્ટમ વિકસિત કરવા માટે સ્કોલરશિપ આપવામાં આવી છે. એરિઝોનાના સચિન કોનાન, વર્જિનિયાની મારિસા સુમતિપાલા અને ન્યૂજર્સીના ઇશાન ત્રિપાઠીને 25-25 હજાર ડોલર અને કેલિફોર્નિયાના રાજીવ મોવાને દસ હજાર ડોલરની સ્કોલરશિપ મળી છે.

તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની ગણતરી વિશ્વની દસ સૌથી મોટી સ્કોલરશિપમાં કરવામાં આવે છે.ડેવિડસન ઇન્સ્ટિટ્યૂટ વિજ્ઞાન, ગણિત, પ્રાદ્યોગિક, એન્જિનિયરિંગ, સંગીત, સાહિત્ય, દર્શન વગેરે ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 18 અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ પ્રદાન કરે છે.

(9:12 am IST)