Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નેપાળ પછી હવે પાકિસ્તાનનો પણ લવારો : જૂનાગઢ પાકિસ્તાનના નકશામાં ગણાવ્યું : કેબિનેટે જાહેર કરેલા નવા નકશામાં લડાખ ,કાશ્મીર ,અને જૂનાગઢ પણ પોતાના વિસ્તારમાં દર્શાવ્યા

ઇસ્લામાબાદ : નેપાળે ભારતના બોર્ડર ઉપરના અમુક વિસ્તારો પોતાના વિસ્તારમાં ગણાવ્યા બાદ હવે પાકિસ્તાનને પણ લવારો ઉપડ્યો છે.ઇમરાનખાનની કેબિનેટે ભારતના જમ્મુ કાશ્મીર ,લડાખ ,તથા જૂનાગઢને પણ પોતાના વિસ્તારમાં ગણાવ્યા છે.
પાકિસ્તાનનો આ લવારો આવતીકાલ 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવ્યાંના એક વર્ષ પુરા થવા પ્રસંગે પ્રસિદ્ધ કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)