Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

‘‘હિન્‍દુ હેરિટેજ યુથ કેમ્‍પ (HHYC)'': અમેરિકાના ટેકસાસમાં હિન્‍દુ યુવા સમુહને રમત-ગમત, યોગા, તથા સાંસ્‍કૃતિક પ્રવૃતિઓના માધ્‍યમથી એકત્ર કરતું સંગઠનઃ આગામી ૭ ઓંગ.૨૦૧૮ના રોજ ૮ થી ૧૨ ગ્રેડના સ્‍ટુડન્‍ટસ માટે પાંચ દિવસિય કેમ્‍પ યોજાશે

હયુસ્‍ટનઃ યુ.એસ.ના ટેકસાસમાં ૧૯૮૪ની સાલથી શરૂ થયેલા હિન્‍દુ હેરિટેજ યુથ કેમ્‍પ (HHYC)ને ઉત્તરોતર વધુને વધુ પ્રતિભાવ સાંપડી રહ્યો છે. આ કેમ્‍પના વોલન્‍ટીઅર્સ દર રવિવારે સાથે મળી રમત-ગમત, યોગા, તેમજ સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ કરે છે. તેમજ દૈનંદિન જીવનમાં હિન્‍દુ સંસ્‍કૃતિના સંસ્‍કારોનો અમલ કરવાનો તથા હિન્‍દુઓને સંગઠિત કરવાનો પ્રયત્‍ન કરે છે.

તાજેતરમાં ૩૧ જુલાઇના રોજ ૩ થી ૭ ગ્રેડ સુધીના સ્‍ટુડન્‍ટસ માટે રામાયણ થીમ ઉપર આધારિત પાંચ દિવસિય યુથ કેમ્‍પ યોજાયો હતો.

તથા ૮ થી ૧૨ ગ્રેડના સ્‍ટુડન્‍ટસ માટે ૭ ઓગ.થી મહાભારત થીમ ઉપર પાંચ દિવસિય કેમ્‍પ યોજાશે. તેવું ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

(12:03 am IST)