Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

યુ.એસ.ના મેસ્‍સેચ્‍યુએટસમાં સેનેટર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવાર ઉપર વંશીય હુમલોઃ આરોપીની ધરપકડ

મેસ્‍સેચ્‍યુએટસઃ યુ.એસ.ના મેસ્‍સેચ્‍યુએટસમાં સેનેટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન ૫૪ વર્ષીય શ્રી શિવા ઐયાદુરી ઉપર ૨૨ જુલાઇ ૨૦૧૮ના રોજ વંશીય હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

વર્તમાન ડેમોક્રેટીક સેનેટર એલિઝાબેથ વોરેન સામે સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શ્રી શિવા ઉપર તેમના આ પ્રતિસ્‍પર્ધીના સમર્થકે હુમલો કરી તેઓને ઇજાગ્રસ્‍ત કર્યા હતા. જે બનાવ ગ્રેટ બેરીંગ્‍ટોનના ટાઉન હોલની બહારના ભાગે બન્‍યો હતો. જયાં વર્તમાન સેનેટર એલિઝાબેથ આવવાના હતા. આરોપીની ધરપકડ થઇ છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:01 am IST)