Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

''શ્રી જલારામ બાપા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ'': અમેરિકાના ન્યુજર્સીમાં હિન્દુ ટેમ્પલના ઉપક્રમે ૬ જુલાઇ શનિવારના રોજ ઉજવાનારો મહોત્સવઃ શોભાયાત્રા, ગણેશ પૂજા, અભિષેક, પ્રતિષ્ઠા હવન, મહાઆરતી તથા મહાપ્રસાદમાં જોડાવા ભકતોને આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકામાં હિન્દુ ટેમ્પલ એન્ડ મહાત્મા ગાંધી સેન્ટર ઇન્ડિયા કલ્ચરલ સોસાયટી, ૭૧૪, પ્રિકનેસ  એવન્યુ વાયને ન્યુજર્સીના ઉપક્રમે ૬ જુલાઇ ૨૦૧૯ શનિવારના રોજ ''શ્રી જલારામ બાપા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ'' નું આયોજન કરાયું છે.

મહોત્સવ અંતર્ગત સવારે ૧૦ વાગ્યે સ્વાગત ૧૦.૩૦ કલાકે શોભાયાત્રા (કળશ યાત્રા)તથા ૧૧-વાગ્યે શ્રી ગણેશ પૂજા,ગુરૃ પૂજન બાદ લંચનું આયોજન કરાયું છે.

બાદમાં બપોરે ૨-૧૫ કલાકે અભિષેક ૩-૩૦ કલાકે પ્રતિષ્ઠા હવન, તથા સાંજે ૬ વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતી તથા યજમાન બનવા માટે શ્રી જયોતિન્દ્ર પટેલ ૭૩૨-૬૭૨-૮૦૭૧, શ્રી જયેશ પટેલ ૭૩૨-૬૮૮-૨૬૫૮, શ્રી કૌશિક પટેલ ૯૭૩-૮૦૧-૦૦૯૫, શ્રી અરવિંદ ભટ્ટ ૨૦૧-૮૩૫-૩૦૭૭, શ્રી નિલેશ રાણા ૯૭૩-૮૦૦-૫૩૨૭, અથવા શ્રી શૈલેષ પટેલનો કોન્ટેક નં.૨૦૧-૨૮૧-૫૮૨૬ દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(9:04 pm IST)