Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

યુ.એસ.માં H-1B વીઝા ફ્રોડ આચરવા બદલ ૪ ઇન્ડિયન અમેરિકન એકઝીકયુટીવ્સની ધરપકડઃ ૨ લાખ ૫૦ હજાર ડોલરના જામીન ઉપર મુકત કરાયા

ન્યુજર્સીઃ યુ.એસ.માં H-1B વીઝા ફ્રોડ આચરવા બદલ ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીના ૪ ઇન્ડિયન અમેરિકન એકઝીકયુટીવ્સની ધરપકડ થઇ છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

આ ૪ ઇન્ડિયન અમેરિકન  એકઝીકયુટીવ્સમાં ન્યુજર્સી સ્થિત ૩૯ વર્ષીય વિજય માને, ૪૭ વર્ષીય વેંકટરામન માનવ, ૫૩ વર્ષીય ફર્નાન્ડો સિલ્વા, તથા સાન જોસ કેલિફોર્નિયા સ્થિત બાવન વર્ષીય સતિષ વેમુરીનો સમાવેશ થાય છે. જે ચારેને ૨ લાખ ૫૦ હજાર ડોલરના જામીન ઉપર મુકત કરાયાછે. જેઓ સ્ટાફીંગ કંપની સાથે જોડાયેલા હતા તેવું જાણવા મળે છે. જેમણે વીઝા ફ્રોડ માટે ષડયંત્ર રચ્યુ હોવાનો આરોપ છે.

(8:06 pm IST)