Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

''હિટ એન્ડ રન કેસ'': યુ.એસ.ના સાન જોસમાં ૨ ડ્રાઇવર વચ્ચેની રેસમાં મોતનો ભોગ બનેલી ઇન્ડિયન અમેરિકન યુવતિના પરિવારને ૭ લાખ ૫૦ હજાર ડોલરનું વળતર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ભારતીય મૂળની યુવતિ ૨૪ વર્ષીય કિરણ પાબલાનું હિટ એન્ડ રન કેસમાં મોત નિપજતા તેના પરિવારને સાન જોસ કેલિફોર્નિયા શહેર તરફથી ૭ લાખ ૫૦ હજાર ડોલરનું વળતર મંજુર કરાયુ છે.

૨૦૧૫ની સાલમાં બપોરે જોગીંગ માટે નીકળેલી આ યુવતિને ૨ ડ્રાઇવરો વચ્ચેની રેસમાં જાન ખોવાની નોબત આવી હતી. પરિણામે આ બંને ડ્રાઇવરોની ધરપકડ કરઇ હતી. જે પૈકી એકને ૨૦૧૭ની સાલમાં મુકત કરાયો હતો. તથા બીજાને ૧ વર્ષની જેલસજા કરાઇ હતી. બંને ડ્રાઇવરો તથા AT&T એ કિરણના પરિવારને ચૂકવેલ રકમ જાહેર કરાઇ નહોતી.

કિરણ સિલ્વર ક્રિક હાઇસ્કૂલ સાન જોસની ગ્રેજ્યુએટ હતી.

(7:31 pm IST)