Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

યુ.કે.માં વસતા ભારતીયોની ભાવિ પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વાકેફગાર કરવાનો પ્રશંશનીય પ્રયાસ: કેન્યા સ્થિત વેદાંત ફાઉન્ડેશનના સ્થાપક સુશ્રી વૈશાલી શાહ લિખિત 3 પુસ્તકોનું વિમોચન કરાયું

યુ.કે.:  હિન્દૂ સંસ્કૃતિ અને જીવનશૈલીથી નવી પેઢી માહિતગાર થાય તે હેતુથી યુ.કે.માં વિક્ટોરિયા હોલ ખાતે પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો.સાંસદ બોબ બ્લેકમેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલ આ કાર્યક્રમમાં ઇનસાઇડ ઇન્ડિયા,લિવિંગ વેદિક ટ્રેડિશન,એન્સિયન્ટ ઇન્ડિયન સાયન્સિસ,તથા ઇન્ડિયન સ્ક્રીપ્ચર્સ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કરીમા મારીકર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.તથા સત્ય મિન્હાસ તેમજ લક્ષ્મી કોઉલ એ હાજરી આપી હતી.

     કેન્યા સ્થિત શ્રીવેદાંત ફાઉન્ડેશનના સ્થાપક વૈશાલી શાહ દ્વારા લિખિત આ પુસ્તકો ત્રણ કક્ષાઓમાં વિભાજીત છે.

- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર એમ ત્રણેય કક્ષામાં ચાર પુસ્તકોનો સેટ છે. વિદ્યાર્થીઓ, યુવાઓ, વિદેશીઓ, એન.આર.આઇ. સૌ સરળતાથી સમજી શકે તે પ્રકારે આ પુસ્તકોમાં અંગ્રેજીમાં અભ્યાસ સામગ્રી રજૂ કરવામાં આવી છે.

- શ્રીવેદાંત ફાઉન્ડેશન બિનનફાકારક સંસ્થા છે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરા, તહેવારો અને સમૃધ્ધ વારસાની સુવાસ દુનિયાભરમાં ફેલાવી રહી છે.

- વૈશાલી શાહે જણાવ્યું કે અમે તમામ વિસ્તારોમાં પ્રશિક્ષકોનું નેટવર્ક તૈયાર કરવા ઇચ્છીએ છીએ. જે આ અભ્યાસક્રમ પોતાના વિસ્તારમાં શીખવી શકે. અમે વધુને વધુ તેજસ્વી મહિલાઓને અમારી સાથે જોડવા માગીએ છીએ.

(12:24 pm IST)