Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમેરિકામાં ભારતનું બુદ્ધિધન ઝળક્યું : નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાના ફાઇનલ લિસ્ટમાં 70 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સ

વોશિંગટન :  અમેરિકામાં સ્ટુડન્ટ્સ માટે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સ્પેલિંગ બી સ્પર્ધાના ફાઇનલ  લિસ્ટમાં 70 ઉપરાંત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સએ સ્થાન મેળવી ભારતના બુદ્ધિધનનો પરચો બતાવી દીધો છે.

2021 ની સાલ માટેની સ્પર્ધામાં 209 સ્ટુડન્ટ્સ ફાઇનાલિસ્ટ તરીકે પસંદ થયા હતા જેમાં ત્રીજા ભાગના એટલે  કે 70 ઉપરાંત  ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સે સ્થાન મેળવ્યું છે.

12 જૂનથી શરૂ થનારી આ સ્પર્ધાના 3 વિભાગ હશે. જેની વચ્ચે વર્ચ્યુઅલ સ્પર્ધા થશે. જેમાં પ્રાઈમરી ,ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ્સનો સમાવેશ થાય છે. બાદમાં ફાઇનલ સ્પર્ધા  10 થી 12 સ્ટુડન્ટ્સ વચ્ચે થશે. જે  8 જુલાઈના રોજ વtલ્ટ ડિઝની વર્લ્ડ રિસોર્ટ ખાતે  યોજાશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(6:27 pm IST)