Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમેરિકા જવા માટેના વિઝા નિયમોમાં ફેરફાર : છેલ્લા 5 વર્ષનો સોશિઅલ મીડિયા રેકોર્ડ ચેક કરાશે : છેલ્લા 15 દરમિયાન અભ્યાસ, નોકરી,સહિતના રેકોર્ડ સાથે શારીરિક તંદુરસ્તીનો અહેવાલ મંગાશે : નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઇ મંજુર કરાયેલો પ્રસ્તાવ

વોશિંગટન : અમેરિકા જવા માટેના વિઝા નિયમોમાં  ટ્રમ્પ વહીવટી તંત્રએ ફેરફારો કર્યા છે.આમ તો આ ફેરફારો સાથેનો પ્રસ્તાવ માર્ચ 2018 માં સંસદમાં રજૂ કરાયો હતો.જેને તાજેતરમાં મંજૂરી મળી છે. આ પ્રસ્તાવ મુજબ અમેરિકાના વિઝા માંગનાર વિદેશી નાગરિક પાસેનો  છેલ્લા 5 વર્ષનો સોશિઅલ મીડિયા રેકોર્ડ ચેક કરાશે તેમજ  છેલ્લા 15 દરમિયાન અભ્યાસ, નોકરી,સહિતના  રેકોર્ડ સાથે  શારીરિક તંદુરસ્તીનો  અહેવાલ મંગાશે

અમેરિકી પ્રશાસને કહ્યું કે, અમે અમારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કર્યા છે. કડક રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી છે કે દેશમાં આવનારા દરેક નાગરિક વિશે પાક્કી ઓળખાણ હોય અને તેના વિશે ઠોસ જાણકારી પણ હોય.જોકે  એજ્યુકેશન સાથે જોડાયેલા અધિકારીઓ અને એકેડમિક ગ્રુપ્સે નવા નિયમોનો વિરોધ કર્યો છે.

હવેથી નવા નિયમો પ્રમાણે , વિઝા માટે  જૂના પાસપોર્ટ્સનો નંબર, ઈમેઈલ એડ્રેસ, ફોન નંબર જેનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કર્યો હોય તેમજ 15 વર્ષની બાયોલોજિકલ ઈન્ફોર્મેશન , ક્યાં અભ્યાસ કે નોકરી કરી, કઈ જગ્યાઓએ મુસાફરી કરી જેવા માહિતી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમેરિકી વિઝા માટે દુનિયાભરમાંથી 1.47 કરોડ અરજીઓ આવી હતી.

(9:52 am IST)