Gujarati News

Gujarati News

News of Sunday, 3rd June 2018

યુ.એસ.ના ન્યુજર્સીમાં IAPS નું ૩૧ મું વાર્ષિક અધિવેશન યોજાયું : સ્ટુડન્ટસને સ્કોલરશીપ એવોર્ડસ અપાયા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં ઇન્ડો અમેરિકન ફાર્માસ્યુટીકલ સોસાયટી (IAPS) ના ઉપક્રમે ૧૯ મે ૨૦૧૮ ના રોજ ૩૧ મું વાર્ષિક અધિવેશન તથા ગાલા ડિનર પ્રોગ્રામ યોજાઇ ગયો.

હિલ્ટોન મિડોલેન્ડસ, ઇસ્ટ રૂથરફોર્ડ, ન્યુજર્સી મુકામે યોજાયેલા આ અધિવેશન તથા ડિનર પ્રોગ્રામમાં સ્ટુડન્ટસને સ્કોલરશીપ એવોર્ડસ એનાયત કરાયા હતાં.

ચિફ ગેસ્ટ તરીકે એમનિલ ફાર્માસ્યુટીકલ લી.ના ત્રણે એકઝીકયુટીવ્સ, કો-ચેરમેન શ્રી ચિરાગ પટેલ, શ્રી ચિન્ટુ પટેલ, તથા ફાઉન્ડર શ્રી કનુ પટેલએ હાજરી આપી હતી.

ગેસ્ટ ઓફ ઓનર તરીકે લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફાર્મસીના ડીન ડૉ.જોન પેઝુલો હાજર રહ્યાં હતા.

પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia ચેનલ ઉપર કોમ્યુનીટી રાઉન્ડ અપમાં જોવા મળી શકશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્ય સાથે TVAsia ન્યુઝલેટર દ્વારા જાણવા મળે છે.

(12:45 pm IST)