Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અમેરિકામાં સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધામાં ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ બાજી મારી

ભારતીય બાળકોનું પ્રભુત્વ યથાવત :આ સ્પર્ધાના ત્રણેય વિજેતાઓ ભારતીય મૂળના છે.

 

અમેરિકાના મેરીલેન્ડ ખાતે યોજાયેલી "સ્ક્રિપ્પ્સ નેશનલ સ્પેલિંગ બી' સ્પર્ધા ભારતના 14 વર્ષીય કાર્થિક નેમ્મણીએ જીતી ભારતનું ગૌરવ યથાવત રાખ્યુ છે

  કાર્તિક મૅકીની, ટેક્સાસ ખાતે રહે છે. અંગેની ખાસ વાત છે કે, સ્પર્ધાના ત્રણેય વિજેતાઓ ભારતીય મૂળના છે. સ્પર્ધામાં બીજા ક્રમે ફ્રિસ્કો, ટેક્સાસની ન્યાસા મોદી રહી હતી. જ્યારે ત્રીજા ક્રમે અભિજય કોડાલી વિજેતા થયો હતો.

   નેમ્મણીએ 91-મી સ્પેલિંગ ચેમ્પિયનશીપમાં "koinonia”નો સ્પેલિંગ ખરો ઉચ્ચારીને સ્પર્ધા જીતી લીધી હતી. શબ્દનો અર્થ ભગવાન અથવા સાથી ક્રિસ્ટીઅન સહિતની ક્રિસ્ટીઅન ફેલોશીપ અથવા કૉમ્યુન એવો થાય છે.

  'મને વિશ્વાસ હતો કે મારો જવાબ સાચો છે, પરંતુ મારા જવાબનું પરિણામ આટલું સરસ હશે તેનો મને અંદાઝ નહોતો। હું ખરેખર ખુબ ખુશ છું. જાણે મારુ સ્વપ્ન સાકાર થયું", તેમ કાર્થિકે જણાવ્યું હતું.

  સ્પર્ધામાં બીજા ક્રમે ફ્રિસ્કો, ટેક્સાસની ન્યાસા મોદી રહી હતી. અગાઉ કાઉન્ટી લેવલમાં ન્યાસા કાર્થિકને ચાલુ વર્ષે હરાવી ચુકી હતી. ન્યાસા મોદી અગાઉ ચાર વખત સ્પર્ધામાં ભાગ લઇ ચુકી છે. ન્યાસા વિષે પ્રતિક્રિયા આપતા કાર્થિકે કહ્યું હતું કે, તે ખરેખર જબરદસ્ત છે. હું નસીબદાર છું કે તેને હરાવી શક્યો। કદાચ, મારા કરતા ટ્રોફી માટે તે વધુ હકદાર છે"

  છેલ્લા 93 વર્ષથી ચાલી રહેલી ચેમ્પિયનશિપના વિજેતાને 42,000 અમેરિકન ડોલર્સ રોકડા અને અન્ય ઇનામો મળે છે. ગર્વની વાત તો છે કે, સ્પર્ધામાં ત્રીજા ક્રમે અભિજય કોડાલી વિજેતા થયો હતો, જે પણ ટેક્સાસના ફ્લોવર મોઉન્ડનો રહેવાસી છે.

  સ્પર્ધાની છેલ્લી 13 ચેમ્પિયનશિપ્સમાં વિજેતા 22 પૈકી 18 ઉમેદવારો ભારતીય-અમેરિકી મૂળના છે અને ટ્રેન્ડ યથાવત છે

(12:00 am IST)