Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

‘‘ગોરમાનો વર કેસરિયો નદીએ નહાવા જાયરે ગોરમા'': અમેરિકામાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૨૫ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ‘‘ગૌરીવ્રત-જયાપાર્વતી વ્રત'' ઉજવાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ‘‘ગોરમાનો વર કેસરિયો નદીએ ન હાવા જાયરે ગોરમા'' ગૌરી વ્રત-જયાપાર્વતી વ્રત યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્‍ટન રોડ, પાર્લિન, ન્‍યુજર્સી મુકામે આગામી ૨૫ જુલાઇથી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન ગૌરીવ્રત જયાપાર્વતી વ્રત ઉજવાશે.

મંદિર મહિલા મંડળ દ્વારા ગૌરીવ્રતનું ભવ્‍ય આયોજન મંદિરમાં રાખવામાં આવેલ છે. જેનો હેતુ વિદેશની ધરતી ઉપર ભારતની સંસ્‍કૃતિને ધબકતી રાખવાનો છે આ વ્રતની ઉજવણી દરમિયાન બ્રાહ્મણ પૂજારી દ્વારા દરરોજ પૂજાવિધિ કરાવાશે. જે માટે પૂજાસામગ્રી તથા જવારાની વ્‍યવસ્‍થા મંદિર દ્વારા કરાશે.

બાદમાં ૩૦ જુલાઇ સોમવારના રોજ પૂર્ણાહુતિ, ગૌરોનું વિસર્જન, તથા વ્રતની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ઉત્‍સવમાં મનોરથ, કે ફળફુલ ભેટ આપવા કે વ્રત કે ગૌરો ઉજવવા શામેલ થવા માટે સુશ્રી રેણુકા શેઠ ૭૩૨-૫૩૩-૩૪૦૯, સુશ્રી લીના શાહ ૭૩૨-૯૧૦-૯૨૯૫-સુશ્રી શીલા ગજ્જર ૯૦૮-૪૦૫-૧૧૧૪, સુશ્રી ઉમા પટેલ ૭૩૨-૨૩૬-૪૪૪૭, સુશ્રી પિંકી દેસાઇ ૭૩૨-૩૩૧-૨૪૭૩, અથવા સુશ્રી કોકિલા મહેતાનો કોન્‍ટેક નં.૭૩૨-૨૬૧-૮૩૯૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(12:35 am IST)