Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોરોના : યુ.કે.માં શીખ ડોક્ટરોને દાઢી કરાવીને આવવાની સૂચના : ઇન્કાર કરાતાં મહત્વની જગ્યાઓ ઉપરથી હટાવી લેવાયા

લંડન : યુ.કે.માં કોરોના વાઇરસ સામે વોરંટીયર્સ તરીકે સેવાઓ આપી રહેલા શીખ ડોક્ટરોને તેમની દાઢી ફેસ માસ્ક પહેરવામાં અડચણ રૂપ ગણી શેવ કરાવીને આવવાની સૂચના આપવામાં આવી છે.પરંતુ આ બાબત શીખોના ધાર્મિક પ્રતીક સમાન હોવાથી તેઓએ ઇન્કાર કર્યો હતો.પરિણામે તમામ 5 ડોક્ટરોને તેમની મહત્વની જગ્યાઓ ઉપરથી હટાવી લેવામાં આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ બાબતે તેમની ધાર્મિક લાગણી દુભાવવા સમાન હોવાથી શીખ ડોક્ટર્સ એશોશિએશને વિરોધ નોંધાવી સરકારનું ધ્યાન દોર્યું છે.

(6:27 pm IST)