Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

" રિસ્ટાર્ટ એન્ડ રિકવરી કમિશન " : યુ.એસ.માં ન્યુજર્સી ગવર્નર ફીલ મર્ફીએ શરૂ કરેલા કમિશનમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક

ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે સ્ટેટની આર્થિક પરિસ્થિતિ યથાવત જળવાઈ રહે તેમજ વેપારીઓ પોતાનો વ્યવસાય સલામત રીતે શરૂ કરી શકે તે માટે ગવર્નર ફીલ મુર્થીએ 28 એપ્રિલના રોજ રિસ્ટાર્ટ એન્ડ રિકવરી કમિશન શરૂ કર્યું છે.જેમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક કરી છે.
સુશ્રી ટંડન સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના પ્રેસિડન્ટ અને સીઈઓ છે.જેઓ ગવર્નર મરફીના ઉપરોક્ત પ્રોજેટમાં સ્ટેટ માટેની ટૂંકા તથા લાંબા ગાળાની પોલિસીઓ નક્કી કરશે.તથા સ્ટેટનું અર્થતંત્ર ફરીથી કેવી રીતે યથાવત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપશે.

(7:43 pm IST)