Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

યુ.એસ.માં લોસ એંજલસ સ્થિત ઇન્ડિયન અમેરિકન વૃદ્ધ દંપતિનું સેવાકીય કૃત્ય : લોકડાઉનમાં આવક બંધ હોવા છતાં ઘેરબેઠા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ કરવાની સેવા

લોસ એંજલસ : યુ.એસ.સ્થિત ભારતીય મૂળના વૃદ્ધ દંપતી 75 વર્ષીય શ્રી ઘનશ્યામભાઈ ચેજારા તથા તેમના પત્ની 73 વર્ષીય શ્રીમતી અંગુરીબેન ચેજારાએ ઘેરબેઠા સેવાયજ્ઞ ચાલુ કર્યો છે.જે મુજબ લોકડાઉનને કારણે તેઓને ફરજીયાત ઘરમાં રહેવું પડતું હોવાથી આવક બંધ હોવા છતાં તેમણે માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.જે નોકરી પર જતા લોકોને આપી શકાય તે માટે તેઓ આ ઉંમરે પણ શ્રમયજ્ઞ દ્વારા સેવા આપી રહ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:08 pm IST)