Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

કોરોના વાઇરસને મહાત કેમ કરવો તે ચીન પાસેથી શીખો : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચીનના વખાણ કર્યા

વોશિંગટન : હજુ એક દિવસ પહેલા જ અમેરિકાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ચીનની કઠપૂતળી ગણાવ્યાના બીજા જ દિવસે આ  ઓર્ગેનાઈઝેશને  ચીનના વખાણ કરતું નિવેદન બહાર પાડ્યું છે.તથા વુહાનમાંથી શરૂ થયેલ કોરોના વાઇરસ ઉપર પ્રભુત્વ મેળવી જનજીવન સામાન્ય કરી દેવા બદલ  ચીન ને બિરદાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા ઓસ્ટ્રેલિયા ,બ્રિટન સહિતના મોટા ભાગના દેશો કોરોના વાઇરસ મહામારી ફેલાવવા બદલ ચીન ને જવાબદાર ગણે છે.તેવા સંજોગોમાં તેના વખાણ કરવાનું પગલું સ્વાભાવિક આંખે કરી દેનારું નીવડશે તેવું અનુમાન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:21 pm IST)