Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

સુદાનની મહિલાઓને હવે સુન્નત એટલેકે ખતનાની પીડામાંથી મુક્તિ : ખતના કરી આપનારને 3 વર્ષની જેલસજાની જોગવાઈ : નવી સરકારનું ક્રાંતિકારી કદમ

સુદાન : જે દેશમાં 10 માંથી 9 મહિલાઓ સરેરાશ ખતનાની પીડામાંથી પસાર થવા મજબુર બનતી હતી તે દેશની સરકારે ક્રાંતિકારી કદમ ભરી ખતના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે આ દેશમાં વર્ષોથી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં સુન્નત એટલેકે ખતના કરવાનો રિવાજ હતો.જે ખુબ પીડાદાયી હતો.અને ક્યારેક જાણ લેનારો પણ બની જતો હતો.
મહિલા સંગઠનો દ્વારા વર્ષોથી ઉઠાવાઈ રહેલા અવાજને આખરે ગયા વર્ષે સત્તા ઉપર આવેલી નવી સરકારે વાચા આપી  છે.જેને મહિલાઓએ ઉમંગભેર વધાવી લીધેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:50 pm IST)