Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે ચીન અને અમેરિકા આમને સામને : પોતાની દરિયાઈ સરહદમાં ઘુસેલા અમેરિકાના જંગી જહાજને પાછું કાઢ્યાનો ચીનનો દાવો : ખફા થયેલા અમેરિકાએ બોમ્બમારો કરવા વિમાનો મોકલ્યા

બેજિંગઃ : પોતાની દરિયાઈ સરહદમાં ઘુસેલા અમેરિકાના જહાજને પાછું કાઢયાંનો ચીને દાવો કર્યો હતો. જેને અમેરિકાએ નકારી કાઢ્યો હતો તથા ખફા થયેલા અમેરિકાએ ચીન ઉપર બોમ્બવર્ષા કરી શકે તેવા વિમાનો મોકલ્યા હોવાનું જણાવ્યું હતું
બંને મહાસત્તાઓની આંતરિક ખટપટ વિશ્વયુદ્ધ નોતરી શકે તેવી ભીતિ વચ્ચે ચીને જણાવ્યું હતું કે વર્તમાન સમય આપસી યુદ્ધને બદલે કોરોના વાઇરસ સામે લડવાનો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વને મોતના ભરડામાં લઇ લેનાર કોરોના વાઇરસનું ઉદગમ સ્થાન ચીનનું વુહાન શહેર હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો છે તથા પોતાના દેશના હજારો નાગરિકોના મોતનો બદલો લેશે તેવી અમેરિકાએ ચીમકી પણ આપી છે.

(6:16 pm IST)