Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ચીને પોતાની અસલિયત શરૂ કરી દીધી : વીંછી ,કાનખજૂરા ,સહિતના તળેલા જીવજંતુઓનું માર્કેટ ફરીથી ધમધમ્યું

બેજિંગઃ : કોરોના વાઇરસની અસરમાંથી બહાર આવ્યાની સાથે જ ચીને પોતાની અસલિયત શરૂ કરી દીધી છે.જે મુજબ અમુક શરતોને આધીન રહીને  ચીનના નાનિંગ શહેરમાં આવેલી પ્રખ્યાત ફૂડ સ્ટ્રીટની દુકાનોમાં વીંછી, કાનખજૂરા સહિત અનેક પ્રકારના તળેલા જીવ-જંતુઓનું માર્કેટ ફરીથી શરૂ થઇ ગયું છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે આ દુકાનોને 70 દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી અને હવે ખોલી દેવામાં આવી છે. આ માર્કેટમાં દરરોજ રાતે વિવિધ પ્રકારના નાસ્તા અને વ્યંજનો પીરસવામાં આવે છે. તેમાં ગ્રિલ્ડ ઓક્ટોપસ, મસાલેદાર ક્રોફિશ, બાફેલા પકોડા અને ચોખાની કેક વગેરેનો સમાવેશ થાય છે. જો કે, ત્યાંના તળેલા જીવ-જંતુઓ સૌથી વધારે લોકપ્રિય છે જેમાં કરોળિયાથી લઈને રેશમના કીડા સહિત અનેક પકવેલા જીવ-જંતુનો સમાવેશ થાય છે.
ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે અને સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા પણ હાલ સૌથી વધારે કેસ સાથે તેના કેન્દ્રબિંદુ સમાન બની ગયું છે. ત્યારે ચીનમાં સ્થિતિ સતત સામાન્ય થઈ રહી છે અને ત્યાંની દુકાનો, બજારો વગેરે પણ ખુલી રહ્યા છે. આ બધા વચ્ચે ચીનના નાનિંગ શહેરમાં તળેલા જીવ-જંતુઓનું માર્કેટ પણ ખુલી ગયું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:26 pm IST)