Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

ચીન મારા પ્રતિસ્પર્ધી જો બિડનને જીતાડવા માંગે છે : અમેરિકામાં પગપેસારો કરવાનો ચીનનો દાવ સફળ નહીં થવા દઉં : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : કોરોના વાઇરસ મામલે આમને સામને આવી ગયેલી બે મહાસત્તાઓએ એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપોની ઝડી વરસાવવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે ચીન મારા પ્રતિસ્પર્ધી જો બિડનને જીતાડવા માટે કઈ પણ કરી શકે છે.
એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું કે, કોરોના વાયરસને લઈને ચીનનું જે વલણ છે તેને લઈને હું અલગ-અલગ પરિણામો પર વિચાર કરી રહ્યો હતો. હું ઘણું બધુ કરી શકું છું. ચૂંટણી હરાવવા અંગે આક્ષેપ કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો હું હારી જઈશ તો ચીન કંઈપણ કરી શકે છે. તેમના મતે ચીન તેમન હરીફ જો બિડનને જીતાડવા માગે છે જેથી ચીન પર વેપાર અને અન્ય મુદ્દે જે દબાણ બન્યું છે તે ઓછું થઈ જાય.
પરંતુ હું તેની ચાલબાજી સફળ નહીં થવા દઉં.તેવું તેમણે ઉમેર્યું હતું.

(5:08 pm IST)