Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

ચીનના હાથોની કથપુતળી છે WHO : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ડબલ્યુએચઓ પર ગેરમાર્ગે દોરવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આક્ષેપ : કોરોના વાયરસ ફેલાવાને લઇ ડબલ્યુએચઓની ભૂમિકા અંગે તપાસ : તપાસ જારી રહેશે ત્યાં સુધી સહાય પર રોક

વોશિંગ્ટન, તા. ૩૦ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ને ચીનના હાથોની કથપુતળી કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમેરિકા પહેલા ડબલ્યુએચઓ માટે ખુબ ઝડપથી કેટલાક સૂચનો લઇને આવશે અને ત્યારબાદ ચીન માટે પણ આવા પગલા લેવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિને કોરોના વાયરસ મહામારી અંગે વાત કરતા કહ્યું કે ડબલ્યુએચઓએ અને ગેરમાર્ગે દોર્યા છે. ટ્રમ્પને વ્હાઈટ હાઇસના પોતાના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે ઝડપથી સૂચનો લઇને આવીશું પરંતુ અમે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી ખુશ નથી. ટ્રમ્પે કોરોના વાયરસ ફેલાવા અંગે ડબલ્યુએચઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી દીધી છે અને સંગઠન પર મહામારી દરમિયાન ચીનનો પક્ષ લેવાનો પણ આક્ષેપ કરાયો છે.

       તપાસ જારી રહેશે ત્યાં સુધી રાષ્ટ્રપતિએ ડબલ્યુએચઓને અમેરિકા દ્વારા આપવામાં આવતી સહાયતા પણ રોકી દેવામાં આવી છે. તપાસમાં ચીનની ભૂમિકા પણ જોશે અને સાથે સાથે પણ જાણકારી મેળવશે કે કોરોના વાયરસ ચીનના વુહાન શહેરમાં કેવીરીતે ફેલાયો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે આનાથી ખુશ નથી અને અમે ડબલ્યુએચઓને સૌથી વધુ યોગદાન આપીએ છીએ અને તેમણે અમને ગેરમાર્ગે દોર્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યં હતું કે, અમને ચીજોની ખબર છે જે તેમની જાણ બહાર છે અને તેઓ આને જાણતા નથી અથવા તો તેમણે અમને જણાવી નથી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમેરિકા ડબલ્યુએચઓને અંદાજિત ૪૦-૫૦ કરોડ અમેરિકી ડોલરની સહાયતા પુરી પાડે છએ અને ચીન . કરોડ અમેરિકી ડોલરની સહાય કરે છે.

       તો પણ ડબલ્યુએચઓ ચીન માટે કામ કરતું હોવાનું પ્રતિત થાય છે. એક સવાલના જવાબમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ખુબ વિવિધ પ્રકારના લોકો અને સંગઠનો છે જેમને અમેરિકા રાશિ આપી શકે છે અને ખુબ ઉપયોગી પણ સાબિત થઇ શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, તમે બિમારીના ફેલાવવાને રોકવાની વાતો કરી રહ્યા છે જેને ચીનમાં રોકાઈ જવાની જરૂર હતી. ચીને દેશની બહાર વિમાનોને જવાની મંજુરી આપી દીધી પરંતુ ચીનમાં વિમાનોને નહીં જવાની  મંજુરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમણે વિમાનોને બહાર જવાની મંજુરી આપી અને વિમાન વુહાનથી બહાર જઇ રહ્યા હતા. તે દુનિયાભરમાં જઈ રહ્યા હતા. ઇટલી જઇ રહ્યા હતા પરંતુ તે ચીનમાં નહીં જઇ રહ્યા હતા. ટ્રમ્પને કહ્યું હતું કે, તેમનું તંત્ર ખુબ સ્પષ્ટ સૂચનો લઇને આવશે.

(8:13 pm IST)