Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

''NRI 4 MODI'': ''ચાઇ પે ચર્ચા'': યુ.એસ.ના ડલ્લાસમાં યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ ભગવો ખેસ અને ચોકીદારની ટોપી પહેરી કાર્યકરોએ ભારતમાં ભાજપને જીતાડવા આયોજન કર્યુ

ડલ્લાસઃ યુ.એસ.માં NRI 4 MODI ગૃપ તથા OFBJP ડલ્લાસના ઉપક્રમે ચાઇ પે ચર્ચાનો એક કાર્યક્રમ મિનરવા હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક સ્ટેટના ભારતીય લોકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ર મુદા હતા. ૨૦૧૯ ઇન્ડિયન ઇલેકશન અમેરિકામાં રહીને આપણે કેવી રીતે મદદ કરી શકીએ તેની મુજબ ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં રહેતા સગા સંબંધીઓ પડોસી તથા આપણી સોસાયટીઓ, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ફોન, વ્હોટસ એપ, તેમજ ઇમેલ દ્વારા ભાજપને વોટ આપવા તથા અગેઇન નરેન્દ્ર મોદી માટે વિનંતી કરવી. દરેકએ ૧૦૦ થી ૫૦૦ કોલ કરવા.

સૌએ ભાજપનો ખેસ તથા ચોકીદારની ટોપી પહેરી હતી. બહેનોએ ખૂબ સુંદર પ્રવચન કર્યા હતા. વંદે માતરમ અને જયહિન્દથી હોલ ગૂંજી ઉઠેલ વંદેમાતરમ અને રાષ્ટ્રગીત ગાવામાં આવેલ.

ગરમાગરમ ચાઇ અને પકોડા બિસ્કીટ ખાઇને સહુ છુટા પડ્યા હતા.

શ્રી સુભાષ શાહ સૌનો આભાર માનેલ તથા મિનરહોલ અને બશેર ઇન્ડિયન રેસ્ટોરન્ટ તથા સીનેનો આભાર માનેલ તેવું શ્રી સુભાષ શાહ ડલ્લાસની યાદી જણાવે છે.

(9:32 pm IST)