Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

‘‘શ્રી મિનાક્ષી પટ્ટાભિષેકમ'': યુ.એસ.ના હયુસ્‍ટનમાં આવેલા શ્રી મિનાક્ષી મંદિરમાં ૨૧ એપ્રિલના રોજ ઉજવાઇ ગયેલો ઉત્‍સવઃ ૧૦ દિવસિય મહોત્‍સવમાં શ્રી મિનાક્ષીદેવી પૂજા, ધ્‍વજારોહણ, શોભાયાત્રા, તેમજ સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટન ટેકસાસમાં આવેલા મિનાક્ષી મંદિરમાં ૨૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ ‘‘શ્રી મિનાક્ષી પટ્ટાભિષેકમ'' ઉત્‍સવ ઉજવાઇ ગયો ૧૦ દિવસ સુધી ઉજવાયેલા આ ઉત્‍સવમાં મંદિરને સુશોભિત કરવાની સાથે મિનાક્ષદેવની પૂજા તેમજ જુદા જુદા સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

દર વર્ષે એપ્રિલ માસમાં ભારતના મદુરાઇમાં તથા અમેરિકાના મિનાક્ષી મંદિરમાં ઉજવાતા આ ઉત્‍સવમાં વિધ્‍નેશ્વર પૂજા, ધ્‍વજારોહણ, મિનાક્ષી પટ્ટાભિષેકમ, તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો, કલાસિકલ મ્‍યુઝીક ડાન્‍સ, શોભાયાત્રા, સહિતના આયોજનો કરાયા હતા તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)