Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

દર્દીની ખાનગી માહિતી અન્‍ય સમક્ષ ખુલ્લી કરી દેવા બદલ ઇન્‍ડિયન અમેરિકન મહિલા ગાયનેરોકોજીસ્‍ટ કસૂરવાનઃ વધુમાં વધુ ૧ વર્ષની જેલસજા અથવા નજરકેદ અથવા ૫૦ હજાર ડોલરનો દંડ થઇ શકે છે

મેસ્‍સેચ્‍યુએટસઃ દર્દીની ખાનગી માહિતિ ફાર્માસ્‍યુટીકલ સેલ્‍સ રીપ્રેઝન્‍ટેટીવ સમક્ષ ખુલ્લી કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ગાયનેકોલોજીસ્‍ટ મહિલા ડોકટર રિટા લુથરાને મેસ્‍સેચ્‍યુએટસની સ્‍પ્રિંગફિલ્‍ડ ફેડરલ કોર્ટએ ૩૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ દોષિત જાહેર કરેલ છે

હેલ્‍થ ઇન્‍ફોર્મેશન પોર્ટેબિલીટી એન્‍ડ એકાઉન્‍ટેબિલીટી એકટના ભંગ બદલ તથા ગુનાખોરી અંગેની તપાસમાં અવરોધરૂપ બનવા બદલ ડોકટર રિટાને ફેડરલ કોર્ટએ કસૂરવાન ગણતો ચૂકાદો આપ્‍યો છે. તેમને વધુમાં વધુ ૧ વર્ષની સજા અથવા નજર કેદ અથવા ૫૦ હજાર ડોલરનો દંડ થઇ શકે છે.

૨૦૧૧ની સાલમાં આ ડોકટરે પોતાના પેશન્‍ટની ખાનગી માહિતિ ફાર્માસ્‍યુટીકલ સેલ્‍સ રીપ્રેઝન્‍ટેટીીવને આપી દીધાનો આરોપ હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:38 pm IST)