Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજ ગુપ્‍તા તથા શ્રીમતિ કમલા ગુપ્‍તાની દિલાવરીઃ ડ્રેકસેલ યુનિવર્સિટીને ૨.૫ મિલીયન ડોલરનું ડોનેશનઃ

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ડ્રેકસેલ યુનિવર્સિટીની લેબો કોલેજ ઓફ બિઝનેસમાંથી ૧૯૭૨ની સાલમાં MBAની ડીગ્રી મેળવનાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજ ગુપ્‍તા તથા તેમના પત્‍ની શ્રીમતિ કમલા ગુપ્‍તાએ યુનિવર્સિટીને ૨.૫ મિલીયન ડોલરનું ડોનેશન આપ્‍યું છે જેનો ઉપયોગ યુનિવર્સિટીને લેબો કોલેજ ઓફ બિઝનેસમાં રાજ એન્‍ડ કમલા ગુપ્‍તા ગવર્નન્‍સ ઇન્‍સ્‍ટીટયુટ શરૂ કરવા માટે કરાશે. જયાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે વિશ્વ સ્‍તરીય બિઝનેસ લીડર્સને આમંત્રિત કરાશે.

શ્રી ગુપ્‍તાએ અનેક એવોર્ડ મેળવેલા છે. તેમણે ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી બેચલર ડીગ્રી તથા કાર્નેલ યુનિવર્સિટીમાંથી માસ્‍ટર ડીગ્રી મેળવેલી છે.    

(9:26 pm IST)