Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીમાં ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય સંસ્કૃતિ અને સેવાની ધુણી ધખાવી છે.

રાજપુત એસોસીએશન ઓફ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા (RAMA) દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની મહામારી વચ્ચે જીવન જરૂરી વસ્તુઓ આપી સેવાની જ્યોત પ્રગટાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીમાં ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં રાજપૂત એસોસીએશન ઓફ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા(RAMA)દ્વારા સેવાની ધુણી ધખાવી છે.
  જાણવા મળ્યા મુજબ સમગ્ર વિશ્વનો કોરોના મહામારીએ ભરડો લીધો છે અને લોકડાઉનની સ્થિતિ સર્વત્ર હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જેમ સેવા ભાવી સંસ્થાઓ મેદાનમાં આવી સેવાકાર્ય કરે છે ત્યારે ફરીવાર ‘જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા એક ગુજરાત ’યુક્તિ મુજબ દાદરા નગર હવેલીના અને ગુજરાતના રાજપૂત એસોસીએશન ઓફ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા(RAMA) દ્વારા મેલબોર્નમાં રાહત અને સેવાની કામગીરીનું ઉત્તમ કાર્ય હાથ ધરાયું છે. જેમાં જીવન જરૂરિયાતની ચીજ- વસ્તુઓની કીટ બનાવવામાં આવેલ છે જેમાં બાસમતી ચોખા, દાળ, તેલ, કઠોળ, મસાલા, ચાહા-કોફી, ખાંડ તથા ઠંડા પીણા સહિત વિવિધ ચીજવસ્તુઓ ડોર-ટુ-ડોર મેલબોર્નમાં વસતાં જરૂરીયાત મંદ દરેક ભારતીય વિદ્યાર્થીઓને ભેદભાવ સિવાય સાર્વત્રિક રીતે મદદ કરવામાં આવી રહી છે.
 રાજપૂત એસોસીએશન ઓફ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા (RAMA) દ્વારા વિવિધ પ્રકારની સેવા ભૂતકાળમાં પણ કરવામાં આવેલ છે. જેમ કે બ્લડ ડોનેશન,ફાયર રીલીફ જેવા સમાજો પયોગી કાર્યોમાં મદદ કરી હતી. લોકડાઉનને કારણે મુસીબતમાં મુકાયેલ વિદ્યાર્થીઓને ત્યાંની સ્થાનિક ઓથોરીટીની મદદ ના મળી હોય માટે ત્યાં ડોર-ટુ-ડોર આ વિદ્યાર્થીઓની હમ તુમ્હારે સાથ હૈ' ની હૈયા ધારણા સાથે વર્ષોથી ત્યાં વસવાટ કરતા રાજપૂત સમાજ એસોસી- એશનના યુવા અગ્રણીઓએ આ કામગીરી હાથ ધરી પ્રસંશનીય કાર્ય કર્યું છે.

(9:18 pm IST)