Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોવિદ -19 : કોરોના વાઇરસની કહેર વચ્ચે ભારતની વહારે " અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન " : જરૂરિયાતમંદ લોકોને તમામ સહાય પુરી પાડશે

વોશિંગટન : ભારતમાં કુદરતી આફતો સમયે તન મન અને ધનથી મદદરૂપ થતી નોન પ્રોફિટ અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન આ વખતે કોરોના વાઇરસના સંજોગોમાં પણ વતનના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થશે તેવું ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નિશાંત પાંડેએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ધરતીકંપ ,સુનામી ,અતિવૃષ્ટિ ,સહીત તમામ કુદરતી આપત્તિઓ સમયે ઉપરોક્ત ફાઉન્ડેશન વતનની વહારે આવ્યું છે.

(6:38 pm IST)