Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોરોના વાઇરસ કરતાં પણ વિશ્વ કટ્ટર પંથીઓથી વધુ પરેશાન : ભારત અને પાકિસ્તાનમાં તબલીગી જમાત તો ઈઝરાઈલમાં અલ્ટ્રા ઓર્થોડોક્સ દેશ માટે ખતરનાક પુરવાર થયા

ઈઝરાઈલ : ભારતમાં તબલીગી જમાતે કોરોના વાઇરસ સામે લેવાઈ રહેલી સાવચેતી ઉપર પાણી ફેરવી દીધું છે.અને મનાઈ હોવા છતાં સમૂહમાં ભેગા થઇ કોરોના વાહક બન્યા છે.એટલુંજ નહીં તેમની સારવાર માટે જતા તબીબો સાથે પણ ગેર વર્તણુક કરી રહ્યા છે.તેજ રીતે એવો બીજો કટ્ટરપંથી સમૂહ ઈઝરાયલમાં છે.જે અલ્ટ્રા ઓર્થોડોક્સ તરીકે ઓળખાય છે.તેઓએ પણ કોરોના વાઇરસની ઐસી કી તૈસી કરી સમૂહમાં ભેગા થઇ વાઇસથી 40 ટકા  જેટલા દેશને ગ્રસ્ત કરી દીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેમના મતે વાઇરસ સામે સાવચેતી કરતા સમૂહમાં પ્રાર્થના કરવી વધુ યોગ્ય છે.

(5:18 pm IST)