Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

વિશ્વાસઘાતી ચીન : નજીકના દોસ્ત ગણાતાં પાકિસ્તાનને પણ અન્ડરવેરમાંથી બનાવેલા માસ્ક ધાબડી દીધા : આ અગાઉ સ્પેન અને નેધરલેન્ડને પણ હલકી ગુણવત્તાના મેડિકલ ઉપરકરણ મોકલી દીધા હતા

ઇસ્લામાબાદ : કોરોના વાઇરસ સામે લડવા પાકિસ્તાનને એન.-95 માસ્ક મોકલવાનો વાયદો કરી ચીને ફરી એકવાર વિશ્વાસઘાતી દેશ હોવાનો પરચો આપી દીધો છે.જે મુજબ તેણે પાકિસ્તાનને અન્ડરવેરમાંથી બનાવેલા માસ્ક મોકલી દીધાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આ અગાઉ સ્પેન અને નેધરલેન્ડને  પણ મેડિકલ ઉપકરણો મોકલવાનો વાયદો કરી હલકી કક્ષાનો આ માલ મોકલી દેતા બંને દેશોએ તે પરત મોકલવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે 1962 ની સાલમાં પણ હિન્દી ચીની ભાઈ ભાઈ નું સૂત્ર આપી ભારતની બોર્ડર ઉપરનો અમુક હિસ્સો કબ્જે કરી લીધો હતો જે હાલમાં પણ ચીનના કબ્જામાં છે.

(5:00 pm IST)