Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

યુ.એસ.માં મેડિસન સીટી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવતી ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ 19 વર્ષીય સુશ્રી અવ્રી રેડ્ડી : યુવા સમૂહ, અશ્વેત પ્રજાજનો,તેમજ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરવા ઉમેદવારી નોંધાવનાર યુવતિ 53 ટકા મતોથી વિજેતા

મેડિસન : યુ.એસ.ના વિસ્કોસીનમાં આવેલા મેડિસન સીટી કાઉન્સિલના મેયર સહિત સીટી કાઉન્સિલના તમામ 20 ઉમેદવારો માટેની ચૂંટણીના પરિણામો 2 એપ્રિલના રોજ જાહેર થયા છે.જેમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ 19 વર્ષીય સુશ્રી અવ્રી રેડ્ડીનો 53 ટકા મતો સાથે વિજય થયો છે.

ખાસ કરીને સ્ટુડન્ટ્સ તથા યુવા સમૂહ ઉપરાંત અશ્વેત પ્રજાજનો, તેમજ મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા ઉમેદવારી નોંધાવનાર આ યુવતી 53 ટકા મતો મેળવી વિજેતા બની છે.તે વિસ્કોસીન યુનિવર્સીટીમાં અભ્યાસ કરે છે.તથા શિકાગોની વતની છે.યુનિવર્સીટી કેમ્પસમાંથી ચૂંટાઈ આવનાર સ્ટુડન્ટ તરીકેનો 26 વર્ષ પછીનો આ બીજો વિક્રમ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)