Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો સાથે વાત કરી : અમેરિકા અને કેનેડા સાથે મળીને આર્થિક તથા રણનૈતિક મામલે આગળ વધશે તેવી ઈચ્છા વ્યક્ત કરી

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ વિદેશી નેતા સાથે વાત કરી છે.જે મુજબ તેમણે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોનિક સંવાદ સાધ્યો હતો.

બંને આગેવાનો સાથે થયેલી વાતચીત મુજબ તેઓ આર્થિક તેમજ રણનૈતિક મામલે સાથે મળીને કામ કરશે.ઉપરાંત ચીન એ ધરપકડ કરેલા કેનેડાના બે નાગરિકોને છોડાવવા માટે પણ અમેરિકા મદદરૂપ થશે તેવી ખાત્રી  આપી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(3:42 pm IST)