Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમેરિકાની ' હાઉસ ફોરેન અફેર્સ સબ કમિટી '' ચેરમેન તરીકે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરા ફરીથી ચૂંટાઈ આવ્યા : સુશ્રી પ્રમીલા જયપાલે બજેટ કમિટીમાં તથા શ્રી રાજા ક્રિષ્નામુર્થીએ કોરોના વાઇરસ ક્રાઈસિસ કમિટીમાં સ્થાન મેળવ્યું

વોશિંગટન : અમેરિકાની હાઉસ ફોરેન અફેર્સ સબ કમિટીના ચેરમેન તરીકે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા ફરીથી ચૂંટાઈ આવ્યા છે.
આ તકે પોતાને ફરીથી ચૂંટી કાઢવા બદલ તેમણે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.તથા જણાવ્યું હતું કે ખાસ કરીને ચીન તથા નોર્થ કોરિયામાં લોકશાહી અને માનવ હ્કકોનું રક્ષણ થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે.

ડો.બેરા કોંગ્રેશનલ કોક્સ ઓન કોરિયા એન્ડ કોંગ્રેશનલ કોક્સ ઓન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન અમેરિકન્સ કો ચેર તરીકેની જવાબદારી સંભાળવાનું પણ ચાલુ રાખશે.

ઉપરાંત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ની નિમણુંક હાઉસ બજેટ કમિટીમાં તથા શ્રી રાજા ક્રિષ્નામૂર્થીની નિમણુંક સબ કમિટી ઓન કોરોના વાઇરસ ક્રાઈસિસમાં મહંતના હોદા ઉપર થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)