Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

8 વર્ષની ઉંમરના ઇન્ડિયન અમેરિકન ટેણીયાએ વિશ્વના સૌથી વધુ તેજસ્વી સ્ટુડન્ટ્સની યાદીમાં સ્થાન મેળવ્યું

ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં વસતા ભારતીય પરિવારના 8 વર્ષની ઉંમરના અને બીજા ગ્રેડમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ એડવાય મિશ્રાએ  વિશ્વના સૌથી વધુ 1400 તેજસ્વી સ્ટુડન્ટ્સની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

જ્હોન હોપકિન્સ સેન્ટર ફોર ટેલેન્ટેડ યુથ ,બાલ્ટીમોર મેરીલેન્ડના ઉપક્રમે યોજાયેલી સ્પર્ધામાં બીજા ગ્રેડના 15 હજાર સ્ટુડન્ટની લેવાયેલી પરીક્ષામાં ઊંચો સ્કોર મેળવનાર 1400  સ્ટુડન્ટ્સમાં એડવાય મિશ્રાએ  સ્થાન હાંસલ કર્યું છે.તેણે પોતાના બૌદ્ધિક વિકાસ માટે પોતાની મમ્મીનું મહત્વનું યોગદાન હોવાનું જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:50 pm IST)