Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

" AAPI ફોર બાયડેન " : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડેન સાથે " ચાય પે ચર્ચા " : 3 ફેબ્રુઆરીના રોજ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાના સમર્થન બાદ હવે 6 ફેબ્રુઆરીના રોજ ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાન સાથે નેવાડામાં ચાય પે ચર્ચા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : એશિયન અમેરિકન પેસિફિક આઈલૅન્ડર્સ ફોર બિડનના ઉપક્રમે સમગ્ર અમેરિકામાં પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારના સમર્થન માટે ચાઇ પે ચર્ચા નું લોન્ચિંગ કરાયું છે જે અંતર્ગત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા સાથે 3 ફેબ્રુઆરીના રોજ ચર્ચા કરાયા બાદ અને તેમણે સમર્થન ઘોષિત કર્યા બાદ હવે 6 ફેબ્રુઆરીના રોજ નેવાડામાં  ગોલ્ડ સ્ટાર ફાધર ખીઝર ખાન સાથે નેવાડામાં ચાય પે ચર્ચા તથા પાકિસ્તાની ડિનરનું આયોજન કરાયું છે.જેમાં નેવાડામાં વસતા મુસ્લિમોના પ્રશ્નો ચર્ચાશે
ઉપરોક્ત કાર્યક્રમનું સ્થળ શિરાઝ રેસ્ટોરન્ટ ,2575, ડેકાતૂર  Blvd લાસ વેગાસ નેવાડા રાખવામાં આવ્યું છે.જેનો સમય સાંજે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધીનો  રાખવામાં આવ્યો છે.જે માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે.
ઉપરાંત બિડન કમપેન કમિટીના ઉપક્રમે 22 ફેબ્રુઆરીના રોજ Biden Nevada Asian American and Pacific Islander (AAPI) Leadership Council ના હોદેદારો ચાઇ પે ચર્ચા કરશે જેના ચેર તરીકે શ્રી આશ મીરચંદાની સ્થાન શોભાવશે
તથા વાઈસચેર તરીકે  National Federation of Filipino American Associationsના બોર્ડ મેમ્બર ડોરિસ બાઉર હાજરી આપશે
ઉલ્લેખનીય છે કે Nevada AAPI Leadership Council દ્વારા જણાવાયા મુજબ AAPI ફોર બિડનના સમર્થનમાં શ્રી આશ મીરચંદાની ,શ્રી મહેન્દ્ર મહેતા ,શ્રી શરાફ હસીબુલ્લાહ ,શ્રી રમેશ પીપલાની ,શ્રી ર્ચ્ચેકોન્ડા પ્રભુ ,શ્રી ગોપાલ પટેલ ,ડો.ઝિયા ખાન , શ્રી હાનદી નદીમ , શ્રી રાજા માજિદ ,શ્રી રાહુલ શોઢી ,શ્રી બલવીર રાજા શોઢી ,શ્રી પ્રીમ્સ વાઝ ,શ્રી મુહમ્મદ કુદ્દુસ ,શ્રી સાંજે સેડેરા ,શ્રી રેન્ડેલ ઓકામુરા શ્રી અરુણ ગુપ્તા ,શ્રી મન લી , શ્રી લોની અંડલ તથા શ્રી મિચેલ ચેન સહિતનાઓનો સમાવેશ થાય છે.

ઉપરાંત ચીન ખાતેના અમેરિકાના સૌપ્રથમ એમ્બેસેડર ગેરી લોકનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે.તેમજ ચીન ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર તથા સેનેટર મેક્સ બૌકસૅ પણ જો બીડનને સમર્થન ઘોષિત કરી યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે.લોવા મુકામે કોંગ્રેસ વુમન સુશ્રી દિના ટાઈટસએ પણ સમર્થન ઘોષિત કરેલું છે.તેવું શ્રી અમિત જાનીની યાદી દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)