Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી (પ્રેસ ફોટોગ્રાફર)ના ૭૫ મા જન્મ દિવસની ઉજવણી : ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ( GSFC) દ્વારા બર્થ-ડે કાર્ડ તથા વિશાળ કદનું તૈલચિત્ર અર્પણ કરી શ્રી કાંતીભાઈની સેવાઓને બિરદાવાઇ

કેલિફોર્નિયા : સઘર્ન કેલિફોર્નિયાની ઓરેન્જ કાઉન્ટીના જાણીતા પ્રેસફોટોગ્રાફર અને 'ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ' (GSFC ) ના કૉ-ઓડિનેટર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રીના ૭૫ મા જન્મદિવસની શાનદાર ઉજવણી જાન્યુઆરી ૨૫ ને શનિવારના રોજ કરવામાં આવી.
      ઓરેન્જ કાઉન્ટીના પ્રસિધ્ધ અર્વાઈન શહેર ખાતે આવેલ શ્રીનાથજી હવેલીના સાંસ્ક્રુતિક હોલ ખાતે સાંજના ૬ થી ૮ દરમ્યાન તેઓના પરિવારજનો તથા મિત્રોની હાજરીમાં ૭૫ મા જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે થઈ... આ કાર્યક્રમની સંચાલનની જવાબદારી શ્રી ગુણવંતભાઈ પટેલે સંભાળી હતી. સૌ પ્રથમ શ્રી ગુણવંતભાઈ પટેલે એક સ્વાગત્ત ગીત દ્વારા શરુઆત કરી હતી ત્યારબાદ સૌ સંબંધીઓ તથા સિનીયર મિત્રોનું સ્વાગત્ત કરવામાં આવ્યુ.
    શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી ના પૌત્ર શિવમ્ મિસ્ત્રી એ દાદા સાથેના સંભારણા રજૂ કરેલ.   અને પૌત્ર દેવ મિસ્ત્રી એ દાદાને ગમતું 'હાફ ટિકિટ' ફિલ્મ નું ગીત ' ચીલ ચીલ ચિલ્લાકે કઝરી સુનાયે ' પર સુંદર પર્ફોમન્સ આપ્યું હતું.
       ત્યાર બાદ એમના પુત્ર પ્રકાશ મિસ્ત્રી, પુત્રુવધુ જ્યોતિ મિસ્ત્રી તથા પુત્રી પિયુષા ગજ્જરે સૌને પરીવાર વતી આવકાર્યા હતા..
    આ પ્રસંગે ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ ( GSFC ) ના વરીષ્ઠ મિત્રો દ્વારા સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈને એક વિશાળ કદનું બર્થડે કાર્ડ તથા વિશાળ કદનું તૈલચિત્ર અર્પણ કરવામાં આવ્યું. જેમાં સર્વશ્રી હર્ષદરાય શાહ.ગુણવંતભાઈ પટેલ,જિતેદ્રભાઈ પટેલ,જગદીશભાઈ પટેલ ( વકીલ ) નટુભાઈ પટેલ,મહેદ્રપુરી ગોસ્વામી,મોહનલાલ હાંસલિયા તથા દુશ્યંતભાઈ પટેલ વગેરે મિત્ર-દંપતિઓ દ્વારા જંબો બર્થડે કાર્ડ તથા જંબો તૈલ ચિત્ર અર્પણ કરવામાં આવ્યું.
       આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનો સાથે સાથે કેરીઓકી મ્યુઝિક્નો દોર ચાલુ રહ્યો હતો. સાથે સાથે સમોસા-ચટણી નો સ્વાગત્ત નાસ્તો તો ચાલુ જ હતો.
        પ્રવચનો માં શ્રી હર્ષદ શાહ, નટુ પટેલ,દુષ્યંત પટેલ વગેરે સાથે બોલીવૂડ નાં હિન્દી ફીલ્મી ગીતો નો દોર ચાલુંજ હતો, જેમાં પોતાની સાઉન્ડ સીસ્ટમ સાથે શ્રી અરવિંદભાઈ પટેલ ( ધર્મજ વાળા ) તથા પિયુષા ગજ્જર,પ્રકાશ મિસ્ત્રી, આજ હવેલીના મુખ્યાજી ના ચિ.પુનિત વ્યાસ તથા શ્રી બામાણી મુખ્ય હતા.
      આ જન્મદિન ઉજવણી માં હિન્દી ફિલ્મી ગીતો સાથે અંતમાં શ્રીખંડ-પૂરી,પાત્રાં ,ડ્રાયફુટ હલવો. કઢી-ભાત,ઊધિયું વગેરે ના ડીનરની સૌ એ લહેજત માણી હતી.
     અંતમાં કાન્તિભાઈ મિસ્ત્રી ના સુપુત્ર શ્રી પ્રકાશ મિસ્ત્રી તથા પુત્રવધુ શ્રીમતિ જ્યોતિ મિસ્ત્રી એ આ પ્રસંગે પધારેલ સૌ કોઈનો આભાર માન્યો હતો. આ ૭૫ મા જન્મ દિવસની ઉજવણી નો મેઇન આઈડીયા કાન્તિભાઈના જમાઈ શ્રી ડૉ.તુષાર ગજ્જર નો હતો અને આ પ્રસંગમાં તેઓ શ્રી પણ ખાસ હાજર રહ્યા હતા.
             અંતમાં આ હવેલીના મુક્યાજી શ્રી પંકજભાઈ વ્યાસ તથા શ્રીમતિ નેહાબેન વ્યાસે શ્રી કાન્તિભાઈ તથા શ્રીમતિ ચંદ્રિકા મિસ્ત્રીને આર્શિવાદ આપ્યા હતા..

(12:19 pm IST)