Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અમેરીકાનાં જર્યેાજીયામાં કાર અકસ્માતે ભારતીય મૂળના ૪ર વર્ષીય શ્રીરામ સુંદરમનુ ક રૂણ મોતઃ પત્ની તથા ર પુત્રીઓ નોધારા બન્યાઃ સ્થાનિક ભારતીયોએ ૩ લાખ ૭૦ હજાર ડોલર ભેગા કરી આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું

જયોર્જીયાઃ યુ.એસ.માં  જર્યોજીયા મુકામે ૧૭ જાન્યુ. ના રોજ કાર એકસીડન્ટનો ભોગ બનવાથી ભારતીય મૂળના ૪ર વર્ષીય શ્રીરામ સુંદરમનું ક રૂણ મોત નિપજયુ છે.

પત્ની તથા બે પુત્રીઓ નોધારા થઇ જતા ભારતીય પરિવારોએ તેમના માટે ૩ લાખ ૭૦ હજાર ડોલર ભેગા કરી દીધા છે.

શ્રીરામ સુંદરમ તથા તેમના પત્ની કારમા જઇ રહ્યા હતા ત્યારે તેમની કારને ટ્રકએ  હડફેટમાં લઇ લેતા તે કોમામાં સરી ગયા બાદ મૃત્યુ પામ્યા છે. તેમના પરિવાર માટે ભારતીયોએ  ૩ લાખ ડોલર ભેગા કરી દેવાનુ નકકી કયુ હતુ. ર૩ જાન્યુ. ના રોજ શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત ૮પ૦ લોકોએ ૩ લાખ ૭૦ હજાર ડોલર ભેગા કરી દીધા હતા

 

(10:00 pm IST)