Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

તમને કોઇ એવું નહી કહે કે ''કાલે આવજો'': NRGના પ્રશ્નો ઉકેલવા અમે અહીં બેઠા છીએઃ આણંદ ખાતે મળેલી NRG/NRI મીટમાં ''ગુજરાત કાર્ડ'' ઓનલાઇન ઘેરબેઠા મેળવવાની સગવડની ઘોષણાં

આણંદઃ સરકારી કચેરીઓમાં અગ્રતા અપાવતા ઉપરાંત ગુજરાત ટુરીઝમ ગેસ્ટ હાઉસ, રણોત્સવ, સાપુતારા મહોત્સવમાં તથા ૬૧૦ જેટલી હોટલોમાં ડીસ્કાઉન્ટ અપાવતા ગુજરાત કાર્ડ ઓનલાઇન ફોર્મ ભરીને અપાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી વિદેશોમાં વસતા ગુજરાતીઓ હવે ઘેર બેઠા ગુજરાત કાર્ડ મેળવી શકશે. તેવું આણંદ ખાતે તાજેતરમાં મળેલી NRG/NRI મીટમાં ગુજરાત સ્ટેટ નોન રેસિડન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડીરેકટર શ્રી એન.પી.લવિંગીયાએ જણાવ્યું છે.

આ તકે આણંદ NRI સેન્ટરના ચેરમેન શ્રી ભીખુભાઇ પટેલએ જણાવ્યું હતું કે NRIના પ્રશ્નો ઉકેલવા અમે અહીં બેઠા છીએ. તમને કોઇ એવું નહીં કહે કે કાલે આવજો. મીટમાં ઉપસ્થિત સુશ્રી કાજલ ઓઝાએ જણાવ્યું હતું કે વિદેશોમાં વસતા ગુજરાતી પરિવારોએ દરરોજ પોતાના સંતાનોને એક કલાક ગુજરાતી બોલવાની ફરજ પાડવી જોઇએ.

 

 

(8:10 pm IST)