Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

એટલાન્ટા શહેરમાં રમાયેલી સુપર ફુટબોલની ગેઇમમાં ન્યુ ઇંગ્લેન્ડની પેટ્રિયોટ્સ ટીમના ખેલાડીઓએ લોસ એન્જલસની રેમ્સની ટીમના ખેલાડીઓને પરાજીત કરીને ચેમ્પીયનશીપની ટ્રોફી હસ્ગત કરીઃ આ ટ્રોફી તેમણે છઠ્ઠી વખત પ્રાપ્ત કરીઃ સુપર બોલની મેચ જોવા મર્સીડીઝ બેન્જ સ્ટેડીયમ માનવ મહેરામણથી ઉભરાઇ ગયું: એક અંદાજ અનુસાર પંચોતેર હજાર મેચના રસિયાઓએ મેચનો આનંદ માણ્યો

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ એટલાન્ટા શહેરમાં આવેલ મર્સીડીઝ બેન્જ સ્ટેડીયમમાં ફેબ્રુઆરી માસની ૩જી તારીખને રવીવવારના રોજ ન્યુ ઇંગ્લેન્ડ ટીમ પેટ્રિયોટ્સ અને લોસ એન્જલસની ટીમ રેમ્સ ટીમ વચ્ચે રમાયેલી ફુટબોલની મેચમાં પેટ્રિયોટ્સ ટીમના ૧૩ પોઇન્ટ થયા હતા જ્યાર તેની સામે રેમ્સની ટીમના ફકત ૩ પોઇન્ટ થતા રમતના અંતે ન્યુ ઇંગ્લેન્ડની પેટ્રિયોટ્સ ટીમ વિજેતા જાહેર થઇ હતી અને આ ટીમે છઠ્ઠી વખત ચેમ્પીયનશીપની ટ્રોફી હસ્તગત કરી હતી. આ અંગે રમતગમતના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ન્યુ ઇંગ્લેન્ડ પેટ્રિયોટ્સ અથવા કવાર્ટર બેક ટોમ બ્રેડી દ્વારા પૂર્ણતા માટે આસપાસની તેજસ્વીતાની રાત ન હતી પરંતુ પેટ્રિયોટ્સની કઠોર તેમજ કોઠાસુઝ ધરાવત સાંજની સાંજ હતી અને જે તે મેળવે છે અને તે પુરતુ સારૂ થવા માટે તેમની અજોડ ક્ષમતા ધરાવે છે.

આ મેચની ખુબીની વાત એ છે કે બંને ટીમના ખેલાડીઓ ચોથા કવાર્ટરમાં પ્રવેશ્યા ત્યારે તેમના ફકત ત્રણ-ત્રણ પોઇન્ટ હતા અને આ વેળા મેચ જોનારા રસીયાઓમાં અનેક પ્રકારની ચહલપહલ જોવા મળી હતી પરંતુ ન્યુ ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આ અંતિમ કવાર્ટરમાં ૧૦ પોઇન્ટ કરતા રમતના અંતે કુલ્લે ૧૩ પોઇન્ટ થયા હતા, જ્યારે રેમ્સના ૩ પોઇન્ટથી તેઓ આગળ વધી શકયા ન હતા અને છેવટે ન્યુ ઇંગ્લેન્ડના પેટ્રિયોટ્સના ખેલાડીઓ વિજેતા જાહેર થયા હતા.

મર્સીડીઝ બેન્જના સ્ટેડીયમમાં ૭૧૦૦૦ પ્રેક્ષકોનો સમાવેશ થઇ શકે છે પરંતુ સ્પેશીયલ કેસમાં તેમાં ૪૦૦૦નો વધારો થઇ શકે તેમ છે તેથી ૭૫૦૦૦ જેટલા પ્રેક્ષકોએ આ રમતનો આનંદ માણ્યો હતો.     

(6:35 pm IST)