Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

જરૂર પડયે ઇમરજન્સી લાદીને પણ મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બંધાવીશઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ૫.૭ અબજના ખર્ચે મેકિસકો બોર્ડર ઉપર દિવાલ બાંધવા મક્કમ

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એક ન્યુઝ આયોજીત 'ફેસ ધ નેશન' પ્રોગ્રામમાં જરૂર પડયે દેશમાં ઇમરજન્સી લાદવા પણ પોતે તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે મેકિસકો સરહદેથી ઘુસતા ગેરકાયદે વિદેશીઓને રોકવા માટે દિવાલ બાંધવાનુ ખર્ચ ડેમોક્રેટ પાર્ટી મંજુર કરતી નથી. તેઓને દેશની સલામતિમાં રસ હોય તેવું લાગતુ નથી. તેથી તેઓ ઇમરજન્સી લાદીને પણ દિવાલ બાંધવા તત્પર છે.

ઉલ્લેખનીય છે કે આ દિવાલ બાંધવા માટેનો ખર્ચ ઇમરજન્સી ગાળા દરમિયાન કોંગ્રેસમાં મંજુર કરાવ્યા વિના પ્રેસિડન્ટ પોતાની સત્તાની રૂએ વાપરી શકે છે.

(9:52 pm IST)