Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

હૈદરાબાદ સ્થિત NRI 65 વર્ષીય જયરામનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો : ટી.વી.ચેનલના માલિક ,ફાર્મા કંપનીમાં ભાગીદારી ધરાવતા તથા યુ.એસ.માં સ્થાયી થયેલા પરિવારના મોભીનું ભેદી સંજોગોમાં મોત

હૈદરાબાદ : યુ.એસ.માં સ્થાયી થયેલા પરિવારના મોભી 65 વર્ષીય જયરામનો મૃતદેહ ગુરુવારે રાત્રે તેમની કારમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.મૃતકના ખીસામાંથી ડ્રાંઈવિંગ લાઇસન્સ પણ મળી આવ્યું છે.પરંતુ પ્રાથમિક તારણ મુજબ તેઓ ડ્રાંઈવિંગ કરતા હશે તેવું લાગ્યું નથી.

ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલા જયરાજનો પરિવાર યુ.એસ.માં સ્થાયી થયો છે.જ્યાં ફાર્મા વ્યવસાય સાથે પણ તેઓ જોડાયેલા છે.ટી.વી.ચેનલના માલિક તથા કોસ્ટલ બેંકના ડિરેક્ટર જયરામના ભેદી મૃત્યુ અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

(6:25 pm IST)